આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને અધિક મહિનાના લાંબા સમયના કારણે, આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.
Raksha Bandhan 2023 date: આ વર્ષે રક્ષાબંધન ઉજવવા માટે તમારે ધીરજ રાખવી પડશે. સાવન અને ભાદ્ર મહિનાના લાંબા સમયના કારણે આ યોગ બની રહ્યો છે. ચાલો જાણીએ કે પંચાંગ અનુસાર આ વર્ષે રાખડીનો શુભ સમય કયો છે.
હિન્દુ ધર્મમાં રક્ષાબંધનને ભાઈ-બહેનના પ્રેમનું પર્વ કહેવામાં આવે છે. આ માત્ર તહેવાર નથી, પરંતુ આ તહેવાર ભાઈ-બહેનના સંબંધોને નવપલ્વિત કરે છે. આ વર્ષે રક્ષાબંધન પર રવિ યોગ બની રહ્યો છે, જેના કારણે આ તહેવારનું મહત્વ વધી ગયું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ યોગ શુભ છે. આ યોગ ભાઇ બહેનના સંબંધ માટે ખુબ જ શુભ છે અને દુષ્રભાવથી દૂર રાખે છે.
આ વખતે રક્ષાબંધન કયા દિવસે પડશે તે અંગે લોકોમાં શંકા છે. આ તહેવાર સાવન મહિનાની પૂર્ણિમાની તારીખે ઉજવવામાં આવે છે. શ્રાવણ પૂર્ણિમા અથવા કાજરી પૂર્ણિમા પર રક્ષા સૂત્ર બાંધવાની પરંપરા રહી છે. આ પરંપરા વૈદિક કાળથી ચાલી આવે છે, જે મધ્યયુગીન ભારતમાં આ પર્વ રાખી તરીકે ઓળખાતું હતું. માન્યતાઓ અનુસાર, રાખડીમાં ભદ્રકાળનું ધ્યાન રાખવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન રાખડી બાંધવાથી સંબંધો પર ખરાબ અસર પડે છે. ચાલો જાણીએ રાખી બાંધવાના યોગ્ય અને શુભ સમય વિશે શું છે.
રક્ષાબંધન કયારે છે?
હિંદુ કેલેન્ડર મુજબ આ વખતે સાવન 59 દિવસનો છે. આવો સંયોગ વર્ષો પછી બની રહ્યો છે. અધિક માસના કારણે સમગ્ર તહેવારમાં વિલંબ જોવા મળશે.
પંચાંગ અનુસાર દર વર્ષે શ્રાવણ માસની પૂર્ણિમાની તિથિએ રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર 30 ઓગસ્ટે ઉજવવામાં આવશે. જો કે રક્ષાબંધનના દિવસે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ભદ્રકાળમાં રાખડી ન બાંધવી જોઈએ. ભદ્રકાળમાં અશુભ સમય હોય છે, તેથી બહેનોએ તેમના ભાઈઓના કાંડા પર રાખડી માત્ર શુભ સમયે જ બાંધવી જોઈએ.
તિથિને લઇને ભારે મૂંઝવણ
આ વખતે રક્ષાબંધનની તિથિ અને નક્ષત્રને લઈને કન્ફ્યુઝન છે. કેમ કે શ્રાવણ પૂનમ બે દિવસ, એટલે 11 અને 12 ઓગસ્ટના રોજ રહેશે. આ અંગે દેશભરના જ્યોતિષીઓ પ્રમાણે ભદ્રા યોગ પૂર્ણ થયા પછી પૂનમ અને શ્રવણ નક્ષત્રનો યોગ, ગુરુવારના દિવસે જ બની રહ્યો છે, એટલે 11 ઓગસ્ટે રાતે જ રાખડી બાંધવી જોઈએ. આ જ કારણ છે કે આ વખતે રક્ષાબંધન માટે માત્ર એક જ મુહૂર્ત રહેશે, જે લગભગ 1 કલાક 20 મિનિટનું હશે. આ પર્વમાં ગ્રહોની દુર્લભ સ્થિતિથી બની રહેલા શુભ યોગને કારણે આખો દિવસ ખરીદી માટે શુભ મુહૂર્ત રહેશે.
રાખડી બાંધવાનો શુભ સમય
પંચાંગ અનુસાર, દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે રક્ષાબંધનનો તહેવાર ઉજવવામાં આવે છે. સાવન પૂર્ણિમા તિથિ 30 ઓગસ્ટ, 2023 ના રોજ સવારે 10:59 થી શરૂ થશે. ભદ્રા પૂર્ણિમાની તિથિથી શરૂ થશે, જે રાત્રે 09:02 સુધી ચાલશે. શાસ્ત્રોમાં ભદ્રા કાળમાં શ્રાવણી પર્વ મનાવવાનો નિષેધ જણાવવામાં આવ્યો છે અને આ દિવસે ભદ્રાનો કાળ 09:02 સુધી રહેશે. આ સમય પછી જ રાખડી બાંધવી વધુ યોગ્ય રહેશે.પૌરાણિક માન્યતા અનુસાર બપોરનો સમય રાખડી બાંધવા માટે શુભ છે, પરંતુ જો બપોરનો સમય ભદ્રા કાળ હોય તો પ્રદોષ કાળમાં રાખડી બાંધવી શુભ ગણાય છે.
ભદ્રકાળમાં રાખડી બાંધવામાં આવતી નથી
ધાર્મિક શાસ્ત્રો અનુસાર ભદ્રકાળમાં ક્યારેય પણ રક્ષાબંધનનો તહેવાર ન ઉજવવો જોઈએ. ભદ્રકાળ દરમિયાન રાખડી બાંધવી ખૂબ જ અશુભ છે. ભદ્રકાળમાં કોઈપણ શુભ કાર્ય કરવું અશુભ માનવામાં આવે છે. તેથી જ રક્ષાબંધનના તહેવાર દરમિયાન ભાદ્રાનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. ભદ્રકાળમાં લંકાપતિ રાવણને તેની બહેન દ્વારા રાખડી બાંધવામાં આવી હતી અને તે જ વર્ષે ભગવાન રામના હાથે રાવણનો વધ થયો હતો, તેથી ભદ્રકાળમાં રક્ષાબંધન ઉજવવામાં આવતું નથી.
રક્ષાબંધન પર બની રહ્યા છે 4 શુભ સંયોગ
જ્યોતિષીઓનું કહેવું છે કે, રક્ષાબંધન પર 4 શુભ યોગ બની રહ્યા છે. આયુષ્માન યોગ 10 ઓગસ્ટના રોજ સાંજે 7.35 વાગ્યાથી 11 ઓગસ્ટનારોજ બપોરે 3.31 વાગ્યા સુધી ચાલશે. 11 ઓગસ્ટના રોજ સવારે 5.30 થી 6.53 સુધી રવિ યોગનો શુભ સંયોગ બની રહ્યો છે.